ઈસરો ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની વિશેષ ઉજવણી કરાશે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન કેન્દ્વ ખાતે ૧૧ મેના રોજ આખો દિવસ વિવિધ કાર્યક્રમો નિઃશુલ્ક નિહાળી શકાશે

6દેશના વિજ્ઞાન અને ટેકનોલોજીવિકાસ માં ‘ઈસરો’ પણ પોતાનો ફાળો આપે છે. સપ્ટેમ્બર ૨૦૧૫ માં  થયેલા ‘એસ્ટ્રોસેટ’ ના પ્રક્ષેપણ બાદ ભારત પણ એ ચુનંદા દેશો ના સમુહમાં જોડાયું છે કે જેમની પાસે અવકાશિ વેધશાળા  છે. ‘જી સેટ- ૧૫’, કે જેનુ પ્રક્ષેપણ નવેમ્બર ૨૦૧૫ માં થયું , એક અત્યાધુનિક સંચાર ઉપગ્રહ છે જે દેશ ની વધતી જતી સંચાર વ્યવસ્થા ની માંગ ને પહોચી વળવા મદદ કરશે. આ વર્ષ ની સિધ્ધિઓમાં સાતમા અને અંતિમ નેવિગેશન ઉપગ્રહ  ‘આઇઆરએનએસએસ -૧જી’ ના ૨૮ એપ્રિલ ૨૦૧૬ માં થયેલા પ્રક્ષેપણ સાથે ‘ઈસરો’એ પોતાની પ્રાદેશિક નેવિગેશન ઉપગ્રહ શ્રુંખલા પૂર્ણ કરી. આમ ભારત હવે નેવિગશન ક્ષેત્ર માં પણ સ્વનિર્ભર થઇ બન્યું  છે. આ પ્રસંગે લોકો માટે  ઈસરો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
દિપક પાંડે અને સતીષ રાવ, એન્જિનિયર ઇસરો.

દિવસની દરમિયાનની વિવિધ  એક્ટિવિટી

  • વિક્રમ સારાભાઇ વિજ્ઞાન પ્રદર્શન સવારે ૯થી સાંજ ના ૬ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
  • આઇ આર એન એસ એસ ઉપગ્રહ નુ ખરા પરિમાણ નુ મોડલ
  • આઇઆરએનએસએસ રિસિવર કે જે હાલ અવકાશમાં ઘુમી રહેલા ‘આઇઆરએનએસએસ ઉપગ્રહો ના સંદેશાનું જિવંત ગ્રહણ કરશે.
  • મંગળયાન તથા ચંદ્રયાન ના નિતભાર (પે લોડ) તથા ઉપગ્રહ ના વિવિધ હિસ્સાઓ.
  • ઉપગ્રહ પ્રક્ષેપણ મંગળયાન, આઇઆરએનએસએસ વગેરેની ૨ડી,૩ડી ફિલ્મોનું પ્રદર્શન
  • ઈસરોના વૈજ્ઞાનિકો કે જેઓએ ‘નાવિકદ ના નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો  છે, તેમની સાથે પ્રશ્નોત્તરી કે જે વિદ્યથઓ માટે રસપ્રદ રહેશે.
  • નેવીગેશન તથા ‘નાવિક’ વિષય પર પ્રશ્નાવલી (ક્વિઝ) નું આયોજન, જેમાં ઉચ્ચતમ ગુણ મેળવનારને આકર્ષક ઈનામો ની વહેંચણી.

Courtesy : Gujarat plus

You may also like...

Facebook