રૂપિયા 5,000માં બનાવી ફોલ્ડિંગ ઈલેક્ટ્રિક સાઈકલ કમ વ્હિલચેર

તાજેતરમાં જીટીયુમાં ‘પેટન્ટ્રેક 2015’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયેલાં કેટલાંક ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની રજૂઆત થઇ હતી. જેમાં 80 જેટલાં ઇનોવેટર્સે ભાગ લીધો હતો. જે પૈકીની એક ટીમે ડિસેબલ્સને ઉપયોગી થાય તેવી ઈલેક્ટ્રિક સાઈકલ કમ વ્હિલ ચેર બનાવી હતી. ઉપરાંત જીટીયુનાં વાઇસ ચાન્સેલરે સ્પર્ધા દરમિયાન દેશનાં યુવાઓનાં નવા ઇનોવેશન્સને પેટન્ટ્સ કેમ કરાવવી જોઇએ? તે વિશેની માહિતી આપી હતી.

દેશના એગ્રિકલ્ચરનો ઇકોનોમિક ગ્રોથમાં ઘણો ફાળો છે, પરંતુ હજુ સુધી ખેડૂતો એક જેવી પદ્ધતિથી ખેતી કરતાં આવ્યાં છે. ત્યારે જીટીયુમાં યોજાયેલી ‘પેટન્ટ્રેક 2015’ સ્પર્ધામાં વડોદરાની ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનાં વિદ્યાર્થીઓ રિતેશ વ્યાસ, તારક દોશી અને જય જોષીએ ‘એગ્રિટેક ઓટોમેશન ઓન સિડીંગ એન્ડ ફોર્ટિગેશન: રિવોલ્યુશન ઇન એગ્રિકલ્ચર’ નામનું ડિવાઇસ તૈયાર કર્યું છે, જે એગ્રિકલ્ચર ક્ષેત્રે ખેડૂતોને ખૂબ મદદ થઇ શકે તેમ છે. વિદ્યાર્થીઆેને તેમનાં ઇનોવેશન માટે વિનર્સ જાહેર કરાયાં હતાં. તેમના ડિવાઇસને પેટન્ટ મંજૂરી પણ મળી ચુકી છે અને ટૂંક સમયમાં તેને માર્કેટમાં લોન્ચ પણ કરાશે.

ડિવાઇસ વિશે વાત કરતાં તારક દોશીએ જણાવ્યું કે, ‘હું મૂળ સંતરામપુરનો છું અને ત્યાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે. મેં ઘણી વખત ખેડૂતોને જૂની પદ્ધતિથી કામ કરતાં જોયાં હતાં અને તેમની પદ્ધતિમાં બીજ, ખાતર અને અન્ય મટિરિયલનો બગાડ થતો હોય તેમ મને લાગ્યું. ત્યારે ડિવાઇસનો વિચાર મને આવ્યો. મેં ઓટોમેશન અને રોબોટિકની મદદથી ડિવાઇસ તૈયાર કર્યું, જે ફિડબેક સિસ્ટમ પર કામ કરે છે. એન્કોડર ડિવાઇસથી માઇક્રો કંટ્રોલથી પ્રોસેસિંગ થશે. જેને ટ્રેક્ટર કે બળદની સાથે જોડીને એક સ્વિચ પાડવાથી જ્યારે વાવણી કે ખાતર મૂકવાનું આવે ત્યારે ડિવાઇસથી ચોક્કસ ડિસ્ટન્સ પર બીજ અને ખાતર મૂકાઈ જાય. ડિવાઇસ અમે માત્ર રૂ. 5000નાં કોસ્ટિંગથી માર્કેટમાં મૂકીશું.’

જીટીયુએ તાજેતરમાં મેનપેટન્ટ ઓર્ગેનાઇઝેશનની સાથે મળીને નેશનલ લેવલની કોમ્પિટિશન ફોર ‘પેટન્ટ્રેક- 2015’નું અાયોજન કર્યું હતું. જેમાં 80 જેટલાં ઇનોવેટર્સે ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલા ઈનોવેટિવ પ્રોજેક્ટસ બનાવનારી ટીમ સાથે સિટી ભાસ્કરે તેમનાં પ્રોજેક્ટ વિશે વાત કરી.

ahm-b2152824-small પેટન્ટ વિશે કહે છે વાઇસ ચાન્સેલર

જીટીયુનાંવાઇસ ચાન્સેલર અક્ષય અગ્રવાલે જણાવ્યું કે, અમે વિદ્યાર્થીઓને કો-વર્કિંગ સ્પેસ અને ઇન્ક્યુબેટરની સુવિધા આપીએ છીએ. કો-વર્કિંગ સ્પેસ પ્રિ-ઇન્ક્યુબેશનની જગ્યા છે, જેમાં તેમને તેમની પ્રોડક્ટને ફ્રીમાં ડેવલોપ કરી શકે છે. જ્યારે તેમને આત્મવિશ્વાસ આવે કે પ્રોડક્ટ એન્ટરપ્રાઇઝ બની શકે છે, ત્યારે તે ઇન્ક્યુબેટરમાં જોઇન થાય. બંને સુવિધાઓ અમે વિદ્યાર્થીઓને આપીઅે છે. વિદ્યાર્થીઓનાં નવા સ્ટાર્ટઅપથી નવી જોબ્સ ઊભી થશે. દુનિયાભરનાં ડેટા છે કહે છે કે નવા સ્ટાર્ટ-અપમાંથી નવી નોકરીઓ ઊભી થાય છે. સ્ટેગનેન્ટ અને વિકસિત ઇન્ડસ્ટ્રીઝ નવી જોબ્સ ઊભી કરી શકતી નથી. તો નવાં સ્ટાર્ટ અપ્સથી નવી ટેકનોલોજી આવે છે અને નવી ટેકનોલોજીથી નવી ઇન્ડસ્ટ્રી અને જોબ ઊભી થાય છે. અમે ઇચ્છીએ છે કે અમારા સ્ટુડન્ટ્સ પોતાનાં ઇનોવેશન્સને માટે પેટન્ટ્સ મેળવે. કારણ કે તેનાથી આપણી પોતાની ટેકનોલોજી ઊભી થશે અને આપણા દેશની ગરીબી ઘટશે.

ahm-b2152825-small સાઈકલ ફોલ્ડ કરો એટલે બની જાય વ્હિલચેર

અમે ‘મલ્ટીપરપસ ઇલેક્ટ્રિક બાઇસિકલ’ તૈયાર કરી છે. જેમાં અમે એવાં ફિચર્સ રાખ્યાં છે કે જેનો ડિસેબલ અને નોર્મલ બંને લોકો વપરાશ કરી શકે. સાઈકલને ટ્રાવેલિંગ દરમિયાન ફોલ્ડ કરીને લઇ જઇ શકાય છે. તેમજ સાઈકલને એવી રીતે પણ ફોલ્ડ કરી શકાય છે કે તે ડિસેબલ વ્યક્તિ માટે વ્હીલચેર બની જાય. ઉપરાંત ઇલેક્ટ્રિક બાઇસિકલને કેબલ વાયરથી ચાર્જ કરી શકાય છે. જો તેની બેટરીનું ચાર્જિંગ ખતમ થઇ જાય તો પણ તેનો ઉપયોગ થઇ શકે છે. મૂળ રિચાર્જેબલ સાઈકલથી તે ઓટોમેટિક ચાલે છે અને ડિસેબલ વ્યક્તિએ તેમાં હાથથી પેડલ મારવા પડતાં નથી.  – કુનાલ પટેલ,બ્રિજેશ પટેલ, જિગર પરમાર અને પ્રશાંત સોલંકી

Courtesy by, Divya Bhaskar

You may also like...

Facebook