સોશિયલ ઈસ્યૂ પર સ્ટુડન્ટસે ક્રિએટિવ એ૫ બનાવી

દિવસ-રાત કમ્પ્યૂટર પર ૩૬ કલાકની મહેનત બાદ જીટીયુ સ્ટુડન્ટસે ‘હેકાથોન’ ઈવેન્ટમાં અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાની ૧૦ સમસ્યાના સમાધાન માટે ૧૦ એપ્લિકેશન બનાવી.

1446192141_IMG_5775

ભારતના વિકસીત રાજ્યોમાં ગુજરાતને પ્રથમ હરોળમાં  જોવામાં આવે છે. ગુજરાતે જે રીતે છેલ્લા ૧૦ વર્ષમાં વિકાસ સાધ્યો છે તે જોતા આજે ભારતના અન્ય રાજ્યો માટે ગુજરાત વિકાસનું મોડલ બની સામે આવી રહ્યું છે પરંતુ વિકાસ હજી સામાન્ય માણસ સુધી પહોંચ્યો નથી.

તેમની વિવિધ સમસ્યાઓ આજે ગુજરાત સરકાર માટે પડકારરૃપ છે.

જેના સમાધાનરૃપે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા ‘હેકાથોન’ ઈવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટસે અમદાવાદ અને સાબરકાંઠા વિસ્તારના ૧૦ પ્રશ્નના સમાધાનરૃપે ૧૦ એપ્લિકેશન બનાવી છે.

તાજેતરમાં  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને અમદાવાદ જિલ્લા પંચાયત અને સાબરકાંઠા જીલ્લા પંચાયતની ડીડીઓ ટીમ દ્વારા આ વિસ્તારની વિવિધ સમસ્યાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ સમસ્યાઓના સમાધાન યંગ સ્ટુડન્ટસ બ્રિગેડ શોધી આપે તે માટે ડીડીઓ ટીમ દ્વારા જીટીયુ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેના અંતગર્ત જીટીયુ દ્વારા ગુજરાતની વિવિધ કોલેજમાંથી સ્ટુડન્ટસના રજિસ્ટ્રેશન મગાવવામાં આવ્યા હતા.

જીટીયુ દ્વારા વેબબેઝ ‘હેકાથોન’ ઈવેન્ટ યોજીને ૧૦ સમસ્યાઓ પર ક્રિએટિવ એપ્લિકેશન બનાવવાનો ચેલેન્જ આપ્યો હતો. ઈવેન્ટના અંતે ૧૦૦ જેટલા સ્ટુડન્ટસની ૧૦ ટીમ દ્વારા ૧૦ એપ્લિકેશન બનાવી હતી.

કઈ સમસ્યાઓ પર એપ્લિકેશન બનાવી

– ખેડૂતોની સમસ્યાઓ માટે’ઈ કિસાન’

– માતાઓ માટે ‘ઈ-માતૃત્વ’

– આરોગ્યલક્ષી સમસ્યાઓ માટે ‘આયુર્વેદા’

– ટીબીના દર્દીઓ માટે’ ટીબી હેલ્થ’

– ગ્રામીણ બેન્કિંગ માટે’ઈ ગ્રામ્ય બેન્ક’

– ગર્ભવતી મહિલા માટે ‘વિમેન એન્ડ ચાઈલ્ડ વેલફેર’

– અભ્યાસમાં કાચા વિદ્યાર્થીઓ માટે ‘સ્ટુડન્ટસ મોનિટરીંગ’

– પાકની દેખરેખ રાખવા માટે’ કિસાન મોનિટરિંગ’

-પોષણની સમસ્યાઓ માટે ‘ન્યુટ્રીશિયન પ્લાન’

36 કલાક સતત કમ્પ્યૂટર પર મથામણ

જો મનમાં કોઈ વસ્તુ પાર પાડવાની ચાહ અને ધગશ હોય તો કોઈ પણ વસ્તુને મેળવી શકાય છે.ગુજરાતના ૧૨ જેટલા જિલ્લાઓમાંથી આવેલા ૧૦૦ જેટલા સ્ટુડન્ટે દિવસ-રાત સતત કમ્પ્યૂટર પર ઓનલાઈન-ઓફ લાઈન કામ કરીને ૧૦ એપ્લિકેશન પ્રોટોટાઈપ એપ્લિકેશન બનાવી છે.

૧૦૦ સ્ટુડન્ટની ૧૦ ટીમ એક પ્રોફેસરના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી.જેમણે વેબબેઝ એપ્લિકેશન બનાવી હતી.સ્ટુડન્ટસે પોતાની દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનના ડેમો રજૂ કર્યા હતા.

તમારી સમસ્યાઓ સીધી જિલ્લા અધિકારીને પહોંચશે

‘હેકાથોન’ઈવેન્ટના કન્વિનર ડૉ.ઈંદુ રાવએ એપ્લિકેશન વિશે માહિતી આપતા જણાવ્યુ કે આ એપ્લિકેશન સરકાર અને સામાન્ય માણસ વચ્ચે સાંકળ સમાન સાબીત થશે.એપ્લિકેશનની મદથી કોઈ પણ વ્યકિત જિલ્લા પંચાયતની સાથે પોતાની સમસ્યાઓ ડાયરેક્ટ શેર કરી શકાશે.

ગુજરાત સરકારની વેબ સાઈટ પર આ એપ્લિકેશનનો પ્રચાર-પ્રસાર સામાન્ય જનતાના હિતાર્થે કરાશે.

સ્ટુડન્ટસને એપ્લિકેશન દ્વારા ન્યુ સ્ટાર્ટઅપ મળશે

જીટીયુ દ્વારા સ્ટુડન્ટસ સ્ટાર્ટ અપ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.જેમાં સ્ટુડન્ટસના ઉધોગ સાહસિકતા અને ન્યુ ઈનોવેશનને પ્રોફેશન લેવલ પર કેવી રીતે લાવી બિઝનેસ ટચ આપવો તેના માટે આ સેન્ટરમાં કામ કરવામાં આવે છે.

‘હેકાથોન’માં સ્ટુડન્ટસ ટીમ દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનને સ્ટુડન્ટસ સ્ટાર્ટ અપ પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવશે.જેમાં સ્ટુડન્ટસના નામે એપ્લિકેશન નોંધવામાં આવશે અને ન્યુ સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહિત કરાશે.

Courtesy By, Gujarat Samachar

You may also like...

Facebook